હું શોધું છું

હોમ  |

ટુરિઝમ પોલીસ
Rating :  Star Star Star Star Star   

સરકારશ્રી દ્વારા સને: ૨૦૦૬ના વર્ષને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. વર્ષ દરમ્યાન રાજ્યમાં ઐતિહાસિક, પ્રવાસકીય અને પરંપરાગત મહત્વ ધરાવતા વિવિધ સ્થળોએ વિવિધ ઉત્સવ અને તહેવારોની આગવી રીતે ઉજવણીનું આયોજન કરી દેશ-વિદેશથી યાત્રીઓ / પ્રવાસીઓને રાજ્યની મુલાકાત લેવા આમંત્રણ અને આકર્ષણ ઉભુ કરવાનું ભગીરથ આયોજન થઈ રહ્યું છે. આ પાછળનો ઉદ્દેશ રાજ્યના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો વિશ્વ સમક્ષ મુકી, વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષિ‍ત કરી પ્રવાસન વિકાસના માઘ્યમથી રાજ્યના ખૂણેખૂણામાં રોજગારીની તકો વધારી હસ્તકળા, કૂટિર ઉદ્યોગો અને પ્રવાસન ઉદ્યોગ વિ.ને પ્રોત્સાહિત કરવાનો છે. આ સમગ્ર આયોજનમાં યાત્રિકો / પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિનો અહેસાસ થાય અને રાજ્યના કોઈપણ ખૂણે યાત્રી / પ્રવાસીને ટેક્ષી ચાલક, રિક્ષા ચાલક, ફેરીયા, હોટલ માલિક અને પ્રવાસન ઉદ્યોગ સંલગ્ન દલાલો, ભીખારીઓ કે અસામાજિક તત્વો દ્વારા કોઈપણ જાતની ગુનાખોરી કે અભદ્ર વર્તનનો પણ અનુભવ ન થાય તે માટે જરૂરી તમામ પગલાં ભરી દરેક અગત્યના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓને મદદરૂપ થાય તે માટે હિન્‍દી અને અંગ્રેજી ભાષાના જાણકાર તેમજ ખાસ તાલીમ પામેલ '' ટુરિઝમ પોલીસ '' ની પણ પોલીસ વિભાગ મારફત વ્યવસ્થા કરવામાં આવનાર છે. ટુરિઝમ પોલીસ પ્રવાસીની મુલાકાત સલામત, સુખદાયક અને આનંદજનક બની રહે તે માટે કાર્યરત રહેશે. જિલ્લામાં નક્કી થયેલ પ્રવાસન સ્થળ પરનો પોલીસ વ્યવસ્થાની વિગત નીચે મુજબ છે.

  • શુકલતીર્થ

ભરૂચથી ૧૬ કી.મી. દુર આવેલું શુકલતીર્થ યાત્રાધામ છે. અહીં દર કાર્તીકી પૂનમે નર્મદા નદીના કાંઠે મેળો ભરાય છે. આ સ્થળ વિહારધામ તરીકે વિકસી રહ્યું છે. શુકલતીર્થ ખાતે આઉટ પોલીસ સ્‍ટેશન. આવેલું છે. જે નો ટેલીફોન નંબર- ૦૨૬૪૨- ૨૮૧૪૩૩ છે.

  • કબીરવડ

શુકલતીર્થની નજીક, નર્મદાના પટની મદયમાં આ વિશાળ વડ આવેલો છે. માન્યતા એવી છે કે કબીરજીએ ભારતભ્રમણ દરમ્યાન દાતણ ફેક્યું હતું જેમાંથી આ વડ ઉગી નીકળેલ છે. વડનું મૂળ થડ શોધવું મુશ્કેલ છે. આ વડ આશરે ૬૦૦ વર્ષ જુનો હોવાનું અનુમાન છે.

  • ભાડભુત

ભરૂચ થી આશરે ૨૩ કિ.મી. દુર આવેલા આ ધાર્મિક સ્થળે દર અધિક ભાદરવા માસે ૧૮ વર્ષે કુંભમેળો ભરાય છે.

  • કાવી કંબોઈ

પૌરાણિક મહત્વ ધરાવતું ભરૂચ થી ૭૫ કિ.મી.ના અંતરે મહીનદી દરિયામાં મળે છે. ત્યાં કિનારા ઉપર સ્તંભેશ્વર તીર્થ આવેલ છે આ સ્થળ ઉપર દર અમાસે શ્રઘ્ધાળુ લોકો વધારે દર્શનાર્થે આવે છે અમાસની મોટી ભરતીમાં શીવલીંગ પાણીમાં ગરકાવ થઈ જાય છે. નજીકનું પોલીસ સ્ટેશન કાવી છે. જેનો ટે.નં. ૦૨૬૪૪-૨૩૦૩૩૩ છે.

ભરૂચમાં અન્ય જોવા લાયક જગ્યાઓ

  • સ્વામીનારાયણ મંદિર

આ મંદિર સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ખુબ સુંદર કલાકૃતી દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જે સવાર - સાંજ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવે છે. સંઘ્યા કાળે લાઈટસની ઈફેકટને કારણે મંદિર ખુબ સુંદર દેખાય છે. આ મંદિર નેશનલ હાઈવે નંબર - ૮ ઝાડેશ્વર ચોકડી પાસે, ભરૂચ ખાતે આવેલ છે. પોલીસ સ્ટેશન ભરૂચ તાલુકા છે. જેનો ટે.નં. ૦૨૬૪૨-૨૪૫૮૦૧ છે.

  • નિલકંઠેશ્વર મહાદેવનું મંદિર

ભગવાન શીવજીનું નિલકંઠેશ્વર મંદિર નર્મદા નદી કિનારે સ્થાપિત થયેલ છે. આ મંદિરમાં શિવરાત્રી તેમજ દશામાં માતાના તહેવાર નિમિત્તે મેળો ભરાય છે. મોટા પ્રમાણમાં જનમેદની એકત્રીત થઈ નર્મદાના પવિત્ર પાણીમાં સ્નાન  કરવાનો લ્હાવો મેળવે છે. તેમજ ગણેશ વિસર્જન નિમિત્તે ભરૂચ જિલ્લામાં મોટી સંખ્યામાં શ્રી ગણેશનું વિસર્જન નિલકંઠેશ્વર

 કાંઠેથી કરવામાં આવે છે. આ મંદિર સરદાર બ્રિજ પાસે ઝાડેશ્વર ચોકડી નજીક આવેલ નેશનલ હાઈવેના ટોલનાકા પાસે આવેલ છે. આ કાંઠેથી સરદાર બ્રીજનું રમણીય સ્વરૂપ પણ આરામથી જોઈ શકાય તેમ આવેલ છે. પોલીસ સ્ટેશન ભરૂચ તાલુકા છે. જેનો ટે.નં. ૦૨૬૪૨-૨૪૫૮૦૧ છે.

ગોલ્ડન બ્રીજ અંગ્રેજ સરકાર દ્વારા આશરે ૧૦૦ થી ૧૨૫ વર્ષ જુનો નર્મદા નદીના ઉત્તર અને દક્ષિણ કિનારાને સાંકળતો બનાવેલ પુલને ગોલ્ડન બ્રીજ કહેવાય છે. જે આજની તારીખે ૧૦૦ - ૧૨૫ વર્ષનો હોવા છતાં આજે પણ અડીખમ ઉભો છે. જે તે વખતે આ બ્રીજ બનાવવાનો ખર્ચ સોના જેટલો મોંઘો હોવાથી તેને ગોલ્ડન બ્રીજ નામ આપવામાં આવેલ હતું તેમ કહેવાય છે. જેની બનાવટ ૧૮૭૭ થી ચાલુ થઈ ૧૮૮૧ માં પૂણે થયેલ હતી. પોલીસ સ્ટેશન ભરૂચ સીટી એ ડીવી છે. જેનો ટે.નં. ૦૨૬૪૨-૨૬૯૧૩૩ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ