|
-
Pc ચતુરભાઈ ભીખાભાઈ પરમાર -
સને ૧૯૯૧માં ભરૂચ શહેરમાં કોમી તોફાનો ફાટી નીકળતાં
ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તોફાની ટોળાના માણસોને પકડવા જતાં ટોળાના માણસોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં ચાલુ ફરજ પર શહીદ થયેલ છે.
-
Hc શિવરામભાઈ માધુભાઈ માલપુરે-
સને ૧૯૯૩માં
ઝઘડિયાના ધારાસભ્યશ્રી છોટુભાઈ વસાવાની ગેંગનાં માણસોએ વાલિયા - નેત્રંગ રોડ પર વાહન રોકી
લૂટ કરવાની કોશિશ કરતાં ઉપરોક્ત વાહનમાં બેસીને જતા
હે.કો.એ ગુનો બનતો અટકાવવા જતાં ચાલુ ફરજ દરમિયાન શહીદ થયેલ છે.
-
PSI શ્રી એન. બી. બારોટ -
સને ૧૯૯૭ માં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુસ્લિમ કોમમાં અંદરોઅંદર તોફાન થતાં તોફાન દરમિયાન તોફાન અટકાવવા જતાં ટોળાના માણસોએ પોલીસ
સબ-ઇન્સ્પેક્ટરશ્રી બારોટ પર પાછળથી માથાના ભાગમાં બોથડ પદાર્થથી હુમલો કરતાં ચાલુ ફરજ દરમિયાન શહીદ થયેલ છે.
|
|