હું શોધું છું

હોમ  |

જિલ્લાનો પરિચય
Rating :  Star Star Star Star Star   

ભરૂચ એટલે પુરાણોમાં પ્રસિદ્ધ અને પવિત્ર નર્મદા નદીને કાંઠે પાઘડીપને વસેલું નગર પુરાણોમાં ઉલ્લેખાયેલું આ નગર ભૃગુઋષિના નામ સાથે જોડાયેલુ (ભૃગુ કચ્છ) જોવા મળે છે. તેમ જ આ વિસ્તાર હેડંબા વન તરીકે પણ જાણીતો છે. ભરૂચની વ્યુત્પત્તિ પૌરાણિક સંદર્ભોવાળી છે. તેમ જ પશ્ચિમ ભારતનું પ્રાચીન કાળનું ધમધમતું બંદર હતું જયાંથી ઈરાન, રોમ, ઇજિપ્ત, અરબસ્તાન, ચીન, શ્રીલંકા સાથે વેપાર ચાલતો હતો. મૌર્ય કાળમાં વિક્રમાદિત્યે શકોને હરાવ્યા ત્યારે તેની યાદગીરીમાં માલવગણ સંવત સ્થાપેલ, જે પછી ભરૂચમાંથી વિક્રમ સંવત તરીકે ઓળખાયો. ભરૂચ ઉપર શાસન કરનારમાં સિધ્ધરાજ જયસિંહ, ત્યાર બાદ મુસ્લિમ શાશકો, ત્યાર બાદ મુગલ બાદશાહ હુમાયુનું શાસન ત્યાર બાદ ચંગીઝ ખાનની સત્તા હેઠળ, પછી અંગ્રેજોએ અને તે પછી મરાઠાઓએ ભરૂચને લૂંટેલું ત્યાર બાદ ભરૂચમાં અંગ્રેજો અને ડચ લોકો દ્વારા વેપારધંધા અર્થે અહી ભરૂચમાં કોઠીઓ સ્થપાઇ. આમ કાળની અનેક થપાટો ખાતું આવેલું ભરૂચ ""ભાંગ્યુ તોય ભરૂચ""ની પ્રસિદ્ધ ઉક્તિને સાર્થક કરતુ આજે પણ અડીખમ ઊભું છે.

ભરૂચ જિલ્લાનું ભૌગોલિક સ્થાન જોતાં ર૧ અંશ ઉત્તર અક્ષાંશ ૭ર અંશ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે.

ભરૂચ જિલ્લામાં ગાંધાર તેલક્ષેત્રમાંથી નીકળતા ગેસને લઈને દહેજ વિસ્તાર ભારે ઉઘોગો માટે આકર્ષણરૂપ વિસ્તાર બની ગયો છે. તેમ જ અંકલેશ્વર વિસ્તારમાં એશિયાની સૌથી મોટી કેમિકલ ઔઘોગિક વસાહતો આવેલી છે. સાથે સ્થાનિક ભરૂચ જી. એન. એફ. સી. તેમ જ ઝઘડીયા જીઆઇડીસી પાનોલી જીઆઈડીસીમાં ખૂબ જ ઝડપથી મોટા કદના ઉઘોગો ચાલી રહ્યાં છે.

ભરૂચ-અમદાવાદ-મુંબઈને જોડતા રેલમાર્ગ ઉપર આવેલું છે. ભરૂચ ખાતે નર્મદા નદી ઉપર આવેલો ગોલ્ડન બ્રિજ તા.૭/૧ર/૧૮૭૭ના રોજ બંધાવવાનો શરૂ થયો અને તા.૧૬/પ/૧૯૮૧ના રોજ પૂરો થયેલો અને તેની પાછળ કુલ ખર્ચ તે જમાનામાં રૂ. ૪પ,૬પ,૦૦૦/- થયેલો. તે જમાનામાં આ ખર્ચ સોનાનો પુલ થાય એટલો થયો હોય તેનું નામ ગોલ્ડન બ્રિજ પડેલુ, જે આજે પણ ભવ્યતાથી ઉભો છે.

ભરૂચના ઐતિહાસિક ધાર્મિક તથા પ્રવાસન સ્થળ તરીકે જોઈએ તો કબીરવડ, ભૃગુઋષિનું મંદિર જંબુસર તાલુકાના કાવી કંબોઈ ગામે મહીસાગર સંગમતટે આવેલું સ્તંભેશ્વર તીર્થ, કાવી ખાતે જ આવેલા સાસુવહુના જૈન દેરાસરનાં પ્રસિદ્ધ દેરાસરો ઝઘડીયા તાલુકાનું ગુમાનદેવ તીર્થ, હનુમાનજીનું તીર્થધામ ૩૦૦ વર્ષ જૂનું છે. તે હાલનો ભરૂચ જિલ્લો તથા નર્મદા જિલ્લો બન્ને એક જ હતા, પરંતુ ભરૂચમાંથી સને-૧૯૯૭માં અલગ નર્મદા જિલ્લો બનેલો છે.

ભૌગોલિક વિસ્તાર

(ચો.કિ.મી. ) પર૪૬.૮૩

ટ્રાયબલ વિસ્તાર

૧૩ર૬.પ૦

ખેતીલાયક જમીન

૩,૩૧,૩૧૦ હેક્ટર

મુખ્ય ખરીફ પાકો

કપાસ, ડાંગર, તુવેર, કેળ, ધઉં, શેરડી.

નદીઓ

નર્મદા, ઢાઢર, કીમ

આર્થિક

ગુજરાત રાજ્યમાં ભરૂચ જિલ્લો રાજ્યના સર્વાંગી વિકાસ માટે અગ્રેસર રહ્યો છે. જિલ્લામાં રાજ્યના અગ્રગણ્ય ઉઘોગો આવેલા છે. ખેતીવાડીમાં વાવેતર અંગેનો કુલ વિસ્તાર ( હેક્ટરમાં) ૩૩૧૩૧૦ તથા સિંચાઈ વિસ્તાર (હેક્ટરમાં) કુલ- ૧૦૪પ૦૦ છે.

કૃષિ/ પશુપાલન અને ડેરી

જિલ્લાની મોટામાં મોટી દૂધધારા ડેરી ભરૂચ તથા પશુ દવાખાનાની સંખ્યા કુલ-૧ર સ્ટોક અને કેન્દ્રોની સંખ્યા-ર૬ દૂધ ઉત્પાદક મંડળીઓની સંખ્યા -૩ર૩ આવેલી છે.

ઉઘોગ -

અંકલેશ્વર , ભરૂચ, વાગરા, ઝઘડિયા, વાલિયા, પાનોલી અને દહેજ ખાતે ઔધોગિક વસાહતો આવેલી છે, જેમાં જીએનએફસી, એનસીપીએલ, જીપેક, વિડિયોકોન,એલએનજી પેટ્રોનેટ, આઈપીસીએલ, જીએસીએલ, જીસીપીટીસીએલ, બિરલા કોપર,ગુજરાત ગાર્ડિયન, વેલસ્પન, ગોદરેજ તેમ જ કેમીકલ અને ફાર્માસ્યુટિકલ વગેરે મોટી ઔઘોગિક કંપનીઓ આવેલી છે.

મુખ્ય ખનીજ

સિલિકા સેન્ડ, ગ્લાસ સેન્ડ, લિગ્નાઇટ, બોલેકલે, અગેટ, લાઇમ સ્ટોન, ડોલોમાઇટ અને સેન્ડ સ્ટોન

ગૌણ ખનીજ

બ્લેક ટ્રેપ, રેતી, ગ્રેવેલ

શિક્ષણ

જિલ્લામાં કુલ - પ્રાથમિક શાળાઓ - ૧૧૧૭
માઘ્યમિક /ઉચ્ચ માઘ્યમિક શાળાઓ ૧૯૯
કોલેજ- ૧૦
પોલીટેક્નિક કોલેજ- ર

પોલીટીકલ-

જિલ્લામાં (ગ્રામપંચાયત, તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલીકા )

નગરપાલિકા-

ભરૂચ, જંબુસર, આમોદ ,અંકલેશ્વર

વિધાનસભા મત વિસ્તાર

( પાંચ) જંબુસર, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા

લોકસભા બેઠક

૧ ભરૂચ ( જેમાં નર્મદાના ડેડિયાપાડા અને સાગબારા નો તથા સુરત જિલ્લાના માંગરોલ તાલુકાનાં ગામોનો પણ સમાવેશ થાય છે. )

જિલ્લા પંચાયત સ્થિતિ

જિલ્લા પંચાયત

તાલુકા પંચાયત

ગ્રામપંચાયત

ગામ

વસતિ

મતદાર સંખ્યા

પ૪૪ ૬પ૬

૧૩,૭૦,૧૦૪

૮,૦૦,૦૦૦ અંદાજિત

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ