હું શોધું છું

હોમ  |

સલામતી માટે જરૂરી
Rating :  Star Star Star Star Star   

સલામતી માટે જરુરી :

·          

વાહનની યાંત્રિક ખામીઓ (બ્રેક ખરાબ હોવી, હેડ લાઇટ ખરાબ હોવી, તીવ્ર પ્રકાશવાળી લાઇટ હોવી, વાહનમાં એન્જિન કે અન્ય ભાગમાં ડ્રાઇવરના જજમેન્ટને થાપ આપે તેવી ખામી હોવી),

·          

ડ્રાયવરોની નિયમિત આંખોની ટ્રાફીક સલામતી માટે તપાસણી કરાવવી જરુરી.

·          

રોડની ખામીઓ (સાંકડા અને ખરાબ રોડ, સાઇડ શોલ્ડરમાં ખામી હોવી, અવરોધરૂપ વૃક્ષો હોવાં, ખરાબ વળાંકવાળા રસ્તા હોવા, શેડ ડિઝાઇનમાં ખામી હોવી, શેડ સાઇન અને રિફલેક્ટર ન હોવા)

·          

વાહનચાલક કે રોડ વપરાશ કરનારની વ્યક્તિગત ભૂલો (નશો કરેલી સ્થિતિમાં વાહન ચલાવવું, દૃષ્ટિની ખામી હોવી, ટ્રાફિક નિયમો અને સૂચનાનું ઉલ્લંઘન કરવું, બેઘ્યાન કે બેફામ રીતે વાહન ચલાવવું, રાહદારીની ભૂલ) વગેરે એક કે વધુ પરિબળોના કારણે રોડ અકસ્માત બને છે

·          

રોડ અકસ્માતમાં કોઈ એકની ભૂલના કારણે અનેક નિર્દોષ નાગરિકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભોગ બને છે

·          

દર વર્ષે વિશ્વમાં આશરે માણસો રોડ અકસ્માતમાં પ્રાણ ગુમાવે છે. અને મોટી સંખ્યામાં ગંભીર કે સામાન્ય ઈજા પામવા સાથે અબજો રૂપિયાનું નુકસાન થાય છે.

·          

માત્ર ભારતમાં જ દર વર્ષે એક લાખથી વધારે લોકોને રોડ અકસ્માત નડે છે, જેમાં મૃત્યુ, ઈજા, વાહન સહિત અન્ય મિલકતને નુકસાન, ઈજાના કારણે ભવિષ્યવર્તી અસર અને સારવારખર્ચ વગેરે સાથે નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આશરે પપ,૦૦૦ કરોડ જેટલી સામાજિક કિંમત (સોશ્યિલ કોર્ટ) આપણે ચૂકવીએ છીએ. આ બાબત કોઈ મોટી માત્રામાં રાષ્ટ્રીય નુકસાન અને દુ:ખએ વાજબી છે ?

·          

તમામ સ્તરે ઉપરોક્ત બાબતે ગંભીરતાથી વિચારણા સાથે થોડી જાગૃતિ દાખવી તકેદારી લેવામાં આવે તો રોડ અકસ્માતની માત્રામાં અસારધારણ ઘટાડા સાથે અનેકના પ્રાણ અને લાખોની વ્યથા/દુ:ખ ઘટાડી શકાય તેમ છે.

·          

આપ સૌને રોડ અકસ્માત ઘટાડવા નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવા, વ્યક્તિગત અને સામૂહિક તકેદારી લેવા આ બાબતે જનજાગૃતિના પ્રયાસો કરવા અનુરોધ છે.

·          

ટ્રાફિક સંબંધિત કાયદાઓ અને નિયમો આપની રોડ સલામતીને કેન્દ્રસ્થાને રાખી આ વિષયના ગહન અઘ્યયન બાદ ઘડવામાં આવ્યા છે. તેની મૂળભૂત જાણકારી રાખો, તેનો હેતુ સમજો અને તેનું સંપૂર્ણપણે પાલન કરો.

·          

ટ્રાફીકના નિયમો વિરુદ્ધ અવિચારી, મૂર્ખતાપૂર્ણ અને ખોટું જનમાનસ ઊભું કરી સસ્તી લોકપ્રિયતાના પ્રયાસ કરનારના પ્રભાવમાં આવ્યા વિના હંમેશાં રોડ સલામતી અને જાહેર વ્યવસ્થાની બાબતે જ પ્રાધાન્ય આપી સ્વભાવગત રીતે ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરો. ટ્રાફિક નિયમો સંબંધિત જનજાગૃતિ લાવવાના પોલીસ અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રયાસોની સરાહના કરી તેનો વ્યાપ વધારવા વ્યક્તિગત યોગદાન સાથે ઉત્સાહભેર ભાગ લેવા ભારપૂર્વક અનુરોધ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ