જિલ્લા પોલીસ અધીક્ષકશ્રીની કચેરી કુલ અલગ અલગ ૩ મકાનોમાં વહેંચાયેલી છે, જે એક જ કંમ્પાઉન્ડમાં આવેલાં છે.
આ બિલ્ડિંગોમાંના મુખ્ય મકાનમાં પોલીસ અધીક્ષકશ્રીની ઓફિસ જ્યાં પોલીસ અધીક્ષકશ્રીની બેઠક હોય છે, જ્યાંથી તેઓ જિલ્લાના કાયદા અને વ્યવસ્થાની દેખરેખ રાખે છે.
અંગત મદદનીશની કચેરી પોલીસ અધીક્ષકશ્રીના ચેમ્બરની સામે આવેલી છે, જ્યાં જિલ્લા પોલીસ અધીક્ષક સા.શ્રીના અંગત મદદનીશ પોલીસ અધીક્ષકશ્રીને લગતી ગુપ્ત કામગીરી કરે છે,
આ મકાનના ઉપરના માળે જિલ્લાની કોમ્પ્યુટર શાખા આવેલી છે, જે શાખા કચેરીના દરેક કોમ્પ્યુટર સાથે લેન કનેક્શન દ્વારા જોડાયેલી છે અને જીએસવાન કનેક્ટિવિટી દ્વારા જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર સાથે જોડાયેલી છે. આ કોમ્પ્યુટર શાખામાં દરેક પોલીસ સ્ટેશનના નવા કોમ્પ્યુટર ઓપરેટરોને તાલીમ તથા જરૂર પડ્યે માર્ગદર્શન આપવામાં આવે છે. ફોન નંબર : ૦૨૬૪૨-૨૨૩૩૬૬
કોમ્પ્યુટર શાખાની બાજુમાં કોન્ફરન્સ હોલ આવેલો છે. આ કોન્ફરન્સ હોલમાં જિલ્લાની કાયદો અને વ્યવસ્થા અંગે દર મહિને જિલ્લાના અધિકારીઓની મિટિંગ થાય છે તેમ જ અવારનવાર જિલ્લાના બનાવો અંગે જરૂરી સૂચના તેમ જ સલાહસૂચનો માટે અને પોતાના અનુભવોની ચર્ચા માટે આ કોન્ફરન્સ હોલમાં મિટિંગ ગોઠવવામાં આવે છે.
આ મકાનમાં કચેરીના બીજા મુખ્ય મકાનમાં અલગ અલગ શાખાઓની કચેરીઓ આવેલી છે, જેમાં
(૧) એલ.આઇ.બી. શાખા
(ર) રીડર શાખા
(૩) વહીવટી શાખા
(૪) ક્રેડિટ સોસાયટીની કચેરી
(પ) નાયબ પોલીસ અધીક્ષકશ્રી, મુખ્ય મથક નાઓની કચેરી આવેલ છે.
(૧) પોલીસ ઇન્સ્પેક્ટર એલ.આઇ.બી. :(લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ) સ્થાનિક ગુપ્તચર શાખા :-
આ શાખા સ્થાનિક ગુપ્તચર શાખા તરીકે ઓળખવામાં આવે છે. આ શાખા પોલીસ અધીક્ષકશ્રીની સીધી દેખરેખ હેઠળ કામ કરે છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ અધિકારીની નિમણૂક હોય છે આ શાખામાં
• વીઆઇપી તથા વીવીઆઇપીઓની સુરક્ષા
• બંદોબસ્તની કામગીરી
• ચૂંટણીઓને લગતી કામગીરી
• જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના બંદોબસ્તની ગોઠવણી
• પાસપોર્ટ વેરિફિકેશન
• ચારિત્ર વેરિફિકેશન
• ફોરેનર્સ રજિસ્ટ્રેશન
• રાજકીય બાબતો વગેરેની કામગીરી થાય છે.
• કોમ્યુનલ બનાવો અંગે તકેદારી લેવી
• ઉચ્ચ અધિકારીશ્રીઓને માહિતગાર રાખવા સમગ્ર જિલ્લામાં પોલીસની કામગીરી પર તકેદારીની દ્રષ્ટ્રિએ નજર રાખી કોઇ પણ વિપરીત બાબતો પોલીસ અધીક્ષકશ્રીના ઘ્યાને મૂકવી. આ શાખાની કામગીરી ગુપ્ત છે અને માહિતી મેળવવાના અધિનિયમની જોગવાઈથી બાકાત રાખવામાં આવી છે.
(ર) પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રીડર શાખા :
આ શાખા પોલીસ અધીક્ષકશ્રીની સીધી દેખરેખ હેઠળ કામ કરે છે, જેમાં પોલીસ સબ- ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ અધિકારીની નિમણૂક હોય છે. આ શાખામાં
• સમગ્ર જિલ્લામાં ગુનાની આંકડાકીય માહિતીનુ સંકલન, ગુના તપાસ અને ગંભીર ગુના તપાસ દેખરેખ
• વાર્ષિક અહેવાલ સંબંધિત કામગીરી,
• તાબાની કચેરીના ઇન્સ્પેક્શન,
• તાબાના અધિકારીની કામગીરીની દેખરેખ,
• વડી કચેરી દ્વારા માગવામાં આવતી હકીકતો પૂરી પાડવી,
• ગુનાના મોર્નિંગ રિપોર્ટ,
• સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કરવા,
• લોકદરબાર,
• સ્વાગત,
• જનસંપર્ક જેવા પ્રજાની મુશ્કેલી નિવારણ કાર્યક્રમોને અસરકારક બનાવવા અમલ કરવા,
• કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી અ.પ. લેવડાવવા,
• પોલીસની જનતાલક્ષી કામગીરીનું સંકલન કરવું વગેરે.
(૩) વહીવટી શાખા/હિસાબી શાખા:
હિસાબી શાખા
(૧) હેડ ક્લાર્ક:- (એ.બી.-૧)
૧) બજેટ
ર) ઓડિટપારા/તમામ તપાસની નોંધ.
૩) માસિક ખર્ચપત્રકની ચકાસણી
૪) હેડ ક્વાર્ટર / મેસ કેન્ટીનના હિસાબની ચકાસણી.
પ) શાખાનું સુપરવિઝન.
(ર) એ.બી.-ર :-
૧) પેન્શન
ર) જાહેર રજા.
૩) વેલફેરને લગતી તમામ કામગીરી .
૪) બજેટની કામગીરી.
(૩) કેશિયર (એ.બી.-૩ ) સી.કા. :-
૧) કેશને લગતી તમામ કામગીરી
ર) માસિક ખર્ચપત્રક
૩) બિલો તિજોરી રવાનગી કાર્યવાહી.
૪) તમામ પ્રકારનાં ટી.એ./ બદલી ભથ્થાં / એલ.ટી.સી. બિલો તેમ જ તેને લગતી અને એડવાન્સને લગતી કામગીરી
પ) રિફ્રેશમેન્ટ એલાઉન્સની કામગીરી.
૬) રેલવે / એસ.ટી. બિલો બનાવવાની કામગીરી.
૭) જી.આર.ડી.ને લગતી કામગીરી.
૮) ટી.બી./ મેડિકલ બિલો.
૯) ઇનામ બિલો.
(૪) એ.બી.-૪ (ફોર્સ પગાર / ભથ્થાં બિલ) :-
૧) પોલીસ ફોર્સના પગાર તેમ જ પુરવણી ભથ્થાં બિલ / વિધેલ્ડ રજિસ્ટર .
ર) જી.આર.ડી.ને લગતી કામગીરી.
(પ) એ.બી.-પ (કન્ટીજન્સી ક્લાર્ક ) :-
૧) તમામ પ્રકારનાં કન્ટજન્સી બિલો
ર) ઉચ્ચક બિલો
૩) પેઈડ વાઉચર એ.જી. રાજકોટને મોકલવાની કામગીરી
૪) કેદી ખોરાકી બિલો
પ) પાર્ટ ટાઈમ કર્મચારી બિલ
(૬) એ.બી.-૬ (જી.પી. કલાર્ક ) :-
૧) તમામ પ્રકારની જી.પી. એડવાન્સ તથા વિથડ્રોઅલની કામગીરી.
ર) નિવૃત્ત/અવસાન પામેલા કર્મચારીના જી.પી. ફંડ વિથડ્રોઅલની કામગીરી.
૩) જી.પી. ફંડ વિથડ્રોઅલની કામગીરી.
૪) અવસાન/નિવૃત્ત કર્મચારીઓનાં જૂથ વિમાની કામગીરી.
પ) જી.પી. ફંડની માસિક કપાત શિડ્યુલ.
૬) વિમા કપાતની કામગીરી.
૭) જી.પી. ફંડની પાસ બુકોની નિભાવણી .
૮) મરણ કિસ્સામાં રૂ. રપ૦૦/- તેમ જ રૂ. રપ૦૦૦/- નાં બિલો વગેરેની કામગીરી.
૯) પોલીસ વેલફેર અને બેન્ડ ફંડ વગેરેની કામગીરી.
૧૦) તમામ પ્રકારની એડવાન્સ જેવી કે અનાજ/દિવાળી/નાતાલ/ઈદ/મોપેડ/સાઇકલ/પંખા/મકાન પેશગી વગેરે.
૧૧) પોલીસ માણસો સિવાયના તમામ કર્મચારીઓનાં પગાર બિલ (રાજ્ય પત્રિત) અધિકારી સાથે તથા તમામ પ્રકારનાં પુરવણી ભથ્થાં બિલ .
૧ર) મિનિસ્ટ્રિયલ સ્ટાફ / પટાવાળા તથા અન્ય અધિકારીની જી.પી. ફંડ ખતવણી અને પાસબુકોની ખતવણી.
૧૩) એ.બી.સી. રજિસ્ટરને લગતી કામગીરી.
રજિસ્ટ્રી શાખા:
(૧) રજિસ્ટાર સી.કા.
૧) ફોર્મ્સ/સ્ટેશનરી ઇન્ડેન્ટ તથા તેની વહેંચણીની કામગીરી તથા તેનાં રજિસ્ટર .
ર) નોંધણી શાખામાં આવતી ટપાલનાં વર્ગીરણની કામગીરી.
૩) વાયરલેસ નોંધણીની કામગીરી.
૪) શાખાનું સુપરવિઝન.
પ) ડેડ સ્ટોક ખરીદી તેમ જ વહેંચણીની કામગીરી.
૬) રેકર્ડ વગીર્કરણ તથા નિભાવવાની કામગીરી.
૭) તમામ પરિપત્રો/સરકારી ગેઝેટની જાળવણી તથા પ્રસિદ્ધિની કામગીરી.
(ર) જુનિયર ક્લાર્ક - (૧) / જુનિયર ક્લાર્ક -
૧) ઇનવર્ડની કામગીરી.
ર) આઉટવર્ડ ની કામગીરી.
શીટ શાખા:
(૧) હેડ ક્લાર્ક (એસ.બી.-૧) દફતર :-
(૧) તમામ પોલીસ માણસોની બદલી.
(ર) તમામ હેન્ડ રજિસ્ટર.
(૩) ગ્રેડેશન લિસ્ટ.
(૪) બઢતી અંગેનાં રજિસ્ટરો/પરીક્ષા અને રોસ્ટર રજિસ્ટર.
(પ) બઢતી અંગેની કામગીરી.
(૬) સંલગ્ન કોર્ટ કાર્યવાહી.
(૭) શાખાને લગતું પોલીસ માણસોનું મંજૂર/હાજર મહેકમની વિગત.
(૮) પોલીસ માણસોના ઉચ્ચતર પગારધોરણની કામગીરી.
(૯) તપાસણી નોંધ.
(૧૦) પોલીસ માણસોને કાયમી કરવાની કામગીરી.
(૧૧) શાખાનું સુપરવિઝન.
(ર) એસ.બી.-ર :-
(૧) તમામ પ્રકારની ખાતાકીય તપાસ.
(ર) સંલગ્ન કોર્ટ મેટર્સ.
(૩) મેજર પનિશમેન્ટની કસૂર પત્રક .
(૪) તમામ માસિક / ત્રિમાસિક / છ માસિક પત્રકો.
(પ) બરતરફી / પુન: નિયુક્તિ રિવ્યુ કેસો.
(૬) ડી.પી. રજિસ્ટર.
(૩) એસ.બી.-૩ :-
(૧) પોલીસ કર્મચારીઓનાં નવા પગાર ફિક્સેશનની કામગીરી.
(ર) ઇજાફાની કામગીરી તથા રજિસ્ટર .
(૩) ભરતીની કામગીરી, શીટ ખોલવા, જામીન ખત, મેડિકલ ચકાસણી, શાખા વેરિફિકેશન, ચાલચલગત વેરિફિકેશન,
(૪) એસ.સી. / એસ.ટી.નાં રજિસ્ટરો
(પ) તમામ પ્રકારનાં ભથ્થાં મંજૂર કરવાં.
(૬) તમામ પ્રકારના તાલીમ કોર્સની કામગીરી
(૭) સનદ ઇસ્યુ કરવાની કામગીરી.
(૮) ડુપ્લિકેટ શીટની કામગીરી.
(૪) એસ.બી.-૪ :-
(૧) કોન્સ્ટેબ્યુલરી સ્ટાફની તમામ પ્રકારની રજા.
(ર) ટી.બી. રજા તથા ખોરાકી બિલો મંજૂર કરવા.
(૩) આંતરજિલ્લા બદલી.
(૪) એમ.ટી.ની કામગીરી.
(પ) એસ.બી.-પ :-
(૧) સીધી કારણદર્શક નોટિસ, નાની શિક્ષાને લગતી તમામ કાર્યવાહી તથા નોટિસને લગતા કેસોની કામગીરી.
(ર) ઓર્ડલી રૂમ રજિસ્ટર.
(૩) ગેઝેટ લખવાની તથા શીટમાં નોંધ કરવાની કામગીરી.
(૪) તમામ સંવર્ગની રહેમરાહે ભરતીની કામગીરી.
(૬) એસ.બી.-૬ :-
(૧) નિવૃત્તિ અંગેની કામગીરી તથા અવસાન અંગેના પેન્શનની કામગીરી.
(ર) વીમા ફોર્મ / નોમિનેશન ફોર્મને લગતી કામગીરી.
વહીવટી શાખા.
(ર) સીબી-૧ : દફતર :-
૧) વાર્ષિક વહીવટી અહેવાલ.
ર) તમામ પ્રકારની દરખાસ્તો.
૩) કાયમી/હંગામી મહેકમની કામગીરી તથા તેનાં રજિસ્ટરો નિભાવવા.
૪) પ્રાદેશિક ફેરફાર.
પ) તમામ ઉપરી કચેરીની ઇન્સ્પેક્શન નોંધો.
૬) હંગામી જગ્યાઓ ચાલુ રાખવાની દરખાસ્તો.
૭) એલોકેશન સ્ટેટમેન.
૮) તમામ પ્રકારનાં પોલીસ બંદોબસ્ત ખાનગી વ્યક્તિ / સંસ્થાઓ કચેરીઓને બંદોબસ્ત આપવાની તથા તેની વસૂલાત કામગીરી.
૯) પોલીસ આધુનિકીકરણની કામગીરી.
૧૦) સરકારી મકાનમાં રહેવા માટે મંજૂરી આપવા બાબત.
૧૧) સરકારી મકાન ખાલી કરવા નોટિસ આપવા બાબત.
૧ર) માર્કેટ રેન્ટ વસૂલ બાબત.
(૩) સીબી-ર : દફતર :-
૧) તમામ કર્મચારીઓનાં મહેકમને લગતી કામગીરી અને તે અંગેનાં રજિસ્ટરો પત્રકો.
ર) પોલીસ અધિકારીઓના રિફ્રેશર કોર્ષ તથા અન્ય તાલીમને લગતી કામગીરી.
૩) મસ્ટર રોલ
૪) તમામ પ્રકારની રજાઓ
પ) કેઝ્યુઅલ રજા / રજિસ્ટર તમામ કર્મચારીનાં
૬) અધિકારીઓના મિલકત પત્રકો મોકલવાની કામગીરી.
૭) સિવિલિયન સ્ટાફના માણસો / ફોર્સની ગુજરાતી / હિન્દી પરીક્ષાને લગતી કામગીરી.
૮) ઇજાફા / ઉ.પ.ધો. ની કામગીરી.
૯) માસિક / ત્રિમાસિક / છ માસિક પત્રકો.
૧૦) પ૦ / પપ વર્ષની ઉંમરે પહોંચતા કર્મચારીઓની દરખાસ્ત
૧૧) તમામ પ્રકારનાં એલાઉન્સીસ
૧ર) વર્ગ-૩ના કર્મચારીઓની તમામ કામગરી.
૧૩) વર્ગ-૪ના કર્મચારીઓની તમામ કામગીરી.
(૪) સીબી-૩ : દફતર -૧ :-
૧) એમ.ટી. / સ્ટોર / ઘોડા / કૂતરા / (એ.ટી. લેટસ) વાયરલેસને લગતી ખરીદી તથા તમામ કામગીરી.
ર) ફાયરીંગ બટ તથા તેને લગતી વસ્તુ ખરીદીની કામગીરી.
૩) મેસ / કેન્ટીનની ખરીદીની કામગીરી.
૪) ખાનગી વાહનો રિક્વિઝિટ કરવા અને તેના બિલો મંજૂર કરવાની કામગીરી.
પ) વર્ગ-૪ના ગણવેશ, બુટ, ચંપલ વગેરેની ખરીદી અંગેની કામગીરી.
૬) ટાઇપ મશીન / રોનિયો મશીન વગેરે રિપેર તથા કંડમની કામગીરી.
૭) ફ્લેગ-ડે, ૧પમી ઓગસ્ટ, ર૬મી જાન્યુઆરી વગેરે ઉજવણી કરવા અંગેની કામગીરી તથા તેની મિટિંગની કામગીરી.
(પ) સીબી-૪ : દફતર :-
૧) પોલીસ ખાતાનાં મરામત, નાનાં/મોટાં કામોની માહિતી અંગેની તમામ કાર્યવાહી.
ર) કર્મચારીઓનાં મકાનભાડાં મંજૂર કરવાની કામગીરી / મકાનના વજી બિલની કામગીરી.
૩) પોલીસ ખાતાને જમીન તબદીલ કરવાની દરખાસ્તોની કામગીરી.
૪) મકાન પેશગી અંગેની દરખાસ્તો.
પ) રેસ્ટ હાઉસ રિઝર્વેશન કામગીરી.
૬) રમત-ગમતને લગતી કામગીરી.
૭) તમામ પ્રકારની મિટિંગની કામગીરી.
૮) ટેલિફોન અંગેની દરખાસ્તો તથા કામગીરી.
૯) પોલીસ આવાસ નિગમ હસ્તકની એમ.ઓ. ડબ્લ્યુ તથા એસ.આર.ની ગ્રાન્ટ હેઠળનાં કામોની દરખાસ્તો.
૧૦) રહેણાક / બિનરહેણાકની દરખાસ્તો / વેરાની કામગીરી.
૧૧) પોલીસ સ્ટેશન/આ.પો./ચોકી/કચેરીનું મકાન ભાડાની કામગીરી.
૧ર) પોલનેટ અંગેની કામગીરી.
૧૩) જી.એસ.વાનને લગતી કામગીરી.
૧૪) ઇ.પી.એ.બી.એક્સને લગતી કામગીરી.
૧પ) બી.એસ.એફ./એસ.આર.પી. વગેરે બંદોબસ્ત અર્થે આવતા તેના રહેણાક કેમ્પનાં ભાડાંને લગતી કામગીરી.
૧૬) કાર્યપત્રકની તારજીને લગતી કામગીરી.
(૬) સીબી-પ : દફતર :-
૧) હથિયાર લાઇસન્સ તથા એનઓસી અંગેની કામગીરી.
ર) જમીન નીમ કરવા અંગેની કામગીરી .
૩) પરફોર્મન્સ લાઇસન્સ અંગેની કામગીરી.
૪) હથિયારો ખાલસા કરવાની કામગીરી.
પ) નાગરિક રાઇફલ તાલીમ યોજનાની કામગીરી.
૬) પબ્લિક કન્વેયન્સ અંગેની કામગીરી.
૭) કેદીને પેરોલ/ફલો/વચગાળાના જામીન અંગેની કામગીરી.
૮) પરચૂરણ ખરીદી તથા પદર ખર્ચનાં બિલો મંજૂર કરવાની કામગીરી.
૯) ફોટા/વિડિયો ખરીદી તથા બિલો મંજૂર કરવાની કામગીરી.
૧૦) કેશિયર / રા.હે.કો. જામીન ખત અંગેની કામગીરી.
(૭) અરજી શાખા :-
(૧) લોકલ અરજીઓ
(ર) ગવર્નમેન્ટ/ડી.જી.પી./આઇ.જી.પી.તરફની આવતી લોકોની અરજીઓ.
(૩) નાગરિક અધિકાર પત્રની આંકડાકીય માહિતી.
(૪) ફરિયાદ નિવારણને લગતી અરજીઓ.
(૪)ક્રેડિટ સોસાયટીની કચેરી :
અત્રેના જિલ્લામાં ''ભરૂચ જિલ્લા પોલીસ કર્મચારી કો.ઓપરેટિવ ક્રેડિટ અને કન્ઝ્યુમર્સ સોસાયટી લિમિટેડ''ની તા. ૧ર/૭/ર૦૦૧ના રોજ સ્થાપના કરી છે. જેનો હેતુ
• પોલીસ સભાસદોમાં કરકસર અને વિશેષ બચતની ટેવને ઉત્તેજન આપવાનો છે.
• જરૂરી પ્રસંગે અને આકસ્મિક આવતા આથિર્ક પ્રશ્નોને પહોંચી વળવા સહાયરૂપ થવાનો છે.
• જરૂર પડે ક્રેડિટ સોસાયટીમાંથી ઓછા દરે લોનની સુવિધા આપી શકાય
• વાષિર્ક હિસાબો ઉપરથી મળેલ વ્યાજમાંથી શેર ફાળા ઉપર ડિવિડન્ડ આપી આથિર્ક સહાય
• બચત પર વ્યાજ આપવામાં આવે છે.
• વાર્ષિક ભેટ આપવામાં આવે છે.
આ સહકારી મંડળીમાં સભાસદ બનવા માટે
સભ્ય ફી તરીકે રૂપિયા ૦૧
શેર ફાળો રૂ. પ૦૦
માસિક બચત રૂ. ૧૦૦
મૃત્યુનિધિ ફંડ રૂ. ૧૦
સ્ટેશનરી ખર્ચ રૂ. પ૦
અન્ય ફાળામાં રૂ. ૪૦
-----------------
કુલ ફી રૂ. ૭૦૧
આ ક્રેડિટ સોસાયટીમાં સભાસદોના પ્રશ્નોના ઉકેલ માટે દરેક પોલીસ સ્ટેશનમાં જવાબદાર કર્મચારીઓની મિટિંગ રાખવામાં આવે છે.
(પ)નાયબ પોલીસ અધીક્ષકશ્રી, મુખ્ય મથકનાઓની કચેરી આવેલ છે.
પોલીસ હેડ કવાર્ટરની સમગ્ર કામગીરીનું સુપરવિઝન એમ.ટી/માઉન્ટેડ/ડોગ સ્કોડ તથા પોલીસ અધીક્ષકશ્રીની કચેરીની સમગ્ર વહીવટી કામગીરી તથા એલ.સી.બી./એલ.આઇ.બી./રીડર શાખાની કામગીરી પર સુપરવિઝન. ફોન નંબર ૦ર૬૪ર-રર૩૪૩૩
કચેરીના ત્રીજા મુખ્ય મકાનમાં બે કચેરી આવી છે.
એલ.સી.બી.: (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) સ્થાનિક ગુના શોધન શાખા :-
કંટ્રોલરૂમ
પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ઇકોનોમિક સેલ
પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.: (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) સ્થાનિક ગુના શોધન શાખા :-
જિલ્લાની ગુના શોધક શાખા છે, જે પોલીસ અધીક્ષકશ્રીની સીધી દેખરેખ હેઠળ કામ કરે છે જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા બનાવો તથા વણશોધાયેલ ગુનાઓની ડિટેક્શનની કામગીરી કરે છે તે મિલ્કત વિરુદ્ધના ગુનાઓ બનતા અટકાવવાની અને નિવારાત્મક અટકાયત તેમ જ તડીપાર સંબંધિત કામગીરી અને નાસતા ભાગતા તહોદાર સંબંધીત કામગીરી મુખ્ય છે તેમ જ ગંભીર ગુનાઓની પણ આ શાખા દ્વારા તપાસ કરવામાં આવે છે. આ શાખામાં પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની નિમણૂક હોય છે. આ શાખાની કામગીરી પણ ગુપ્ત છે અને માહિતી મેળવવાના અધિનિયમની જોગવાઈથી બાકાત રાખવામાં આવી છે. ફોન નંબર: ૦ર૬૪ર-રર૩૭પપ
કંટ્રોલ રૂમ:
આ કંટ્રોલરૂમમાં વાયરલેસ સેટ દ્વારા જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના સંપર્કમાં રહી જિલ્લામાં બનતી નાનીમોટી ઘટનાઓની માહિતી રાખવામાં આવે છે. અને દરેક પોલીસ સ્ટેશનોને તેમ જ ઉપરી અધિકારીઓને વખતોવખત માહિતીથી માહિતગાર કરવામાં આવે છે. આ કંટ્રોલરૂમ અલગ અલગ ટેલિફોનની વ્યવસ્થા છે, જેના નંબર દરેક પોલીસ સ્ટેશનની બહાર સામાન્ય જનતા વાંચી શકે તે મુજબ લખવામાં આવે છે, જેથી કોઇ પણ સામાન્ય વ્યક્તિ કોઇપણ બનાવ અંગેની જાણ પોલીસ સ્ટેશનના બદલે સીધા કંટ્રોલમાં ફોન કરી શકે. કંટ્રોલરૂમના ફોન નંબર ૧૦૦,૦ર૬૪ર-રર૩૩૦૩, રર૩૦૮૪ ફેકસ : ૦ર૬૪ર-રર૩૪૦૧
|