પોલીસ અધિક્ષક, ભરૂચ
http://www.spbharuch.gujarat.gov.in

એસ.પી. નો સંદેશ

6/25/2022 4:26:41 AM

ભરૂચ જીલ્લા કે જે કોમ્યુનલની દ્રષ્ટિએ ખુબજ સંવેદનશીલ છે. જેમાં કાયદો અને વ્યવસ્થા સુચારૂ રહે તે માટે તેમજ ગુનાખોરી ઉપર કાબુ રહે તે માટે પોલીસે સતત જાગૃત અને પ્રયત્નશીલ રહેવુ જરૂરી છે. તે માટે પોલીસ કમૅચારીએ માનસીક અને શારિરીક રીતે સ્વસ્થ રહેવું જોઈએ. આ ત્યારેજ શકય બને છે જયારે કાયદો અને વ્યવસ્થા જાળવવામા પ્રજાનો પોલીસને સહયોગ હોય અને પોલીસ પ્રજાના મિત્ર તરીકે પ્રજાના હીતમાં કામ કરે. કોઈ અરજદાર પો.સ્ટે. માં રજુઆત માટે આવે ત્યારે તેની રજુઆત સાંભળી ન્યાયીક કામગીરી કરવી એ પોલીસનો ધમૅ છે. કોઈ પણ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વ્યવસ્થિત રહે તો તે વિસ્તારમાં ઔધોગીક વિકાસ ખુબ સારો અને ઝડપી થશે.

સરકારશ્રીના ભય, ભુખ અને ભ્રષ્ટ્રાચાર નો નાબુદ કરવાના અભિગમને ઘ્યાનમાં લઈને જ કામ કરવુ એ પોલીસનો હેતું છે તો પ્રજાએ પણ સમાજમાં પ્રવતૅતા અસમાજીક તત્વો સામેની લડતમાં પોલીસને સહકાર આપવો જરૂરી છે. જેમ કે વાલીયા અને ઝધડીયા વિસ્તારમાં અસમાજીક તત્વો સામે લડત આપવા પ્રજાએ આગળ આવવાની હીમ્મત બતાવી તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિસારી કરવા પોલીસે તનતોડ મહેનત કરી જેના પરીણામે આજે ત્યાં ઔઘોગીક વિકાસ ખુબજ ઝડપી થવા પામ્યો છે.

પોલીસે સ્વસ્થ સેવા આપવા માટે પોતાની તંદુરસ્તીનો પુરેપુરી કાળજી રાખવી જરૂરી છે. પોલીસની હાડમારી વાળી નોકરી માં પોતાના દીનચયૉમાં થોડી નીયમીતતા લાવવાથી અને પોતાના ભોજનમાં થોડી કાળજી રાખવાથી અને નીયમીત વ્યાયામથી તંદુરસ્તી જળવાઈ રહેશે યોગાસન ખુબજ ફળદાયક રહેશે જેથી નિયમીત યોગાસન જરૂરી છે.

પોલીસે પ્રજાના હીતમાં, પ્રજાના સહકારથી, પોતાની માનસીક અને શારિરીક તંદુરસ્તી જાળવીને નિષ્ઠાપૂવૅક ફરજ બજાવવી.