પોલીસ અધિક્ષક, ભરૂચ
http://www.spbharuch.gujarat.gov.in

આર.એસ.પી.(રોડ સેફટી પેટ્રોલ)

7/11/2025 10:41:41 AM

અત્રેના જિલ્લામાં માર્ગ સલામતી માટે ટ્રાફિક શાખા કાર્યરત છે, જે રોડ પર બનતા ટ્રાફિકના ગુનાઓ અટકાવવા માટે સતત કાર્યરત રહે છે તથા ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરે છે. તદુપરાંત જે તે પોલીસ સ્ટેશનના રોડ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની મોબાઇલો પેટ્રોલિંગ કરે છે. .

માર્ગીય સુરક્ષા વધુ પ્રબળ બનાવવા માટે જિલ્લામાં અવારનવાર રોડ સેફટી અંગે સામાન્ય પબ્લિક માટે જાહેર સભાઓ યોજી પ્રજાને ટ્રાફિકના નિયમો અંગે જાણકારી આપવામાં આવે છે. તે પૈકી આર.એસ.પી. એટલે કે, રોડ સેફટી પેટ્રોલ કાર્યક્રમ હેઠળ શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેઓને અવારનવાર ટ્રાફિકના માણસો સાથે ટ્રાફિક નિયંત્રણ માટે ફરજ ઉપર બોલાવવામાં આવે છે, જેથી ટ્રાફિક અંગેના નિયમો બાબતે તેઓની જાણકારી વધે અને તેઓની ટ્રાફિક સેન્સ વધે તથા તેમનામાં કાંઈ કર્યાની લાગણી થાય તેમ જ ટ્રાફિકના નિયમોનું પાલન કરી કરાવડાવી પોતાની તથા અન્ય વ્યક્તિઓની સલામતી જાળવવાની જવાબદારી સંભાળી શકે.