કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે આખા
જિલ્લાની પોલીસ સતત પ્રયત્નશીલ રહી કાયદાનું પાલન થાય તે માટેના લોકોની જાન, માલની સલામતી રહે તે જોવુ
તેમ જ સમાજનાં અલગ-અલગ જૂથો વચ્ચે કોમી એખલાસ જળવાઈ રહે તે માટે સતત પ્રવૃત્તિશીલ રહેવું. અને ખરેખર જોવામાં આવે તો, વિકાસ ત્યારે જ શકય બને,
જ્યારે તે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ
ખૂબ જ સારી હોય.
ભરૂચ જિલ્લામાં પોલીસ
અધીક્ષકના નિયંત્રણ હેઠળ હાલમાં પ-નાયબ
પોલીસ અધીક્ષકશ્રી, ૧ર-પોલીસ
ઇન્સ્પેક્ટરશ્રી, ૪૦-પોલીસ સબ-ઇન્સ્પેક્ટરશ્રી અને ૧૪૮૩-પોલીસ કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગેની ફરજ નીચે મુજબ બજાવે છે, જે મંજૂર
મહેકમની વિગત નીચે મુજબ છેઃ
ક્રમ |
હોદ્દો |
મંજૂર મહેકમ |
1
|
નાયબ પોલીસ અધીક્ષકશ્રી
|
પ
|
ર
|
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી
|
૧ર
|
૩
|
પોલીસ સબ-ઇન્સ્પેક્ટર
|
૪૦
|
૪
|
હ.પો.સ.ઇ.
|
૪
|
પ
|
અ.એએસઆઈ / હે.કો.
|
૩૦૮
|
૬
|
અ.પો.કો.
|
પ૭૦
|
૭
|
આર્મ એએસઆઈ / હે.કો.
|
૧૩૬
|
૮
|
આ.પો.કો.
|
૪૬૯
|
કુલ
|
૧૪૮૩
|
-
જિલ્લામાં મહાનુભાવો મુલાકાતે પધારે ત્યારે તેઓશ્રીઓની કેટેગરી મુજબની સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે છે.
-
જિલ્લામાં કોમ્યુનલ બનાવ
તેમ જ વર્ગ-વિગ્રહના બનાવો દરમિયાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
-
જિલ્લામાં ધાર્મિક તહેવારો
તેમ જ મેળા ઉત્સવો સંબંધે અગાઉથી આયોજન કરી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
-
જિલ્લામાં ધરણાં, રેલી, આત્મવિલોપન અને હડતાળ જેવા કાર્યક્રમો
દરમિયાન અગમચેતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
-
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે
જ્યારે પણ વધુ ફોર્સની જરૂર જણાય ત્યારે એસ.આર.પી., હોમગાર્ડ અને જી.આર.ડી.ની મદદ લેવામાં આવે છે.