પોલીસ અધિક્ષક, ભરૂચ
http://www.spbharuch.gujarat.gov.in

ભવિષ્યનું આયોજન

7/13/2025 11:59:50 PM
ભરૂચ જીલ્લા પોલીસ તરફથી ભવિષ્યનું આયોજન
 
  • ભરૂચ શહેર એ’ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ રહેણાંકના બી-૩૨ આવાસોનું બાંધકામ પોલીસ આવાસ નિગમ તરફથી સત્વરે પુર્ણ કરાવી પોલીસ રહેણાંક માટે સોંપેલ છે.
     
  • ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ રહેણાંકના બી-૧૨ આવાસોનું બાંધકામ પોલીસ આવાસ નિગમ તરફથી સત્વરે પુર્ણ કરાવી રહેણાંક માટે સોંપેલ છે.
  • દહેજ પોલીસ સ્ટેશન ખાતે બી-૪૮, સી-૦૧, એરીયલ માસ્ટ તથા પોલીસ સ્ટેશનનો કાચો લે-આઉટ તૈયાર કરી પોલીસ આવાસ નિગમના એમ.ડી.એપ્રુવલ કરાવી કામગીરી આગળ ધપાવેલ છે.
  • વાલીયા પોલીસ સ્ટેશન ખાતે બી-૩૬, સી-૦૧, પોલીસ સ્ટેશનનો કાચો લે-આઉટ તૈયાર કરી જમીન અંગેનો પ્રશ્ન હલ કરી પોલીસ આવાસ નિગમના એમ.ડી.શ્રીને રજુ કરેલ અને આ કામગીરીને આગળ ધપાવેલ છે.
  • ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની પોલીસ લાઇન બી-૧૨, સી-૧૨ ના આવાસોનું ખાસ મરામત કામો કરાવવાની તાકીદની જરૂરીયાત હોવાથી તેનું પોલીસ આવાસ નિગમ તરફથી મરામત કરાવવા માટે ચાલુ વર્ષમાં જોબ નંબર મેળવી કામગીરી આગળ ધપાવેલ છે.
  • ભરૂચ જીલ્લામાં કુલ પાંચ કોસ્ટલ આઉટ પો.સ્ટ.મંજુર થયેલ છે.(૧) લુવારા (૨) ગન્ધાર (૩) ભાડભુત (૪) દેવલા (૫) કંટીયાજાળ ઉપરોક્ત કોસ્ટલ ઓ.પી.ની જમીન મેળવવામાં આવેલ છે. જે પૈકી ત્રણ કોસ્ટલ ઓ.પી લુવારા, ગંધાર તેમજ
    ભાડભુતની ઓ.પી.બાંધકામ માટે જમીનનું ક્લીયરીંગ કરાવેલ છે. અન્ય બે ઓ.પી. કંટીયાજાળ અને દેવલાની ઓ.પી.જમીન બાંધકામ માટે યોગ્ય ન જણાતા અન્ય જગ્યા ઉપર જમીન મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.