સ્ટેમ્પ વેચવા માટે લાઇસન્સ મેળવવા અંગે
આવો પરવાનો (લાઇસન્સ) સબડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી આપે છે. સામાન્ય રીતે આવી અરજીનો નિકાલ દિન ૬૦માં કરાય છે. તે માટે નીચે જણાવેલી વિગતો/કાગળો રજૂ કરવાના હોય છે.
(આ લાઇસન્સ રિન્યૂ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી કરી આપે છે. )
· નિયત નમૂનામાં અરજી.
· સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટની નકલ.
· શૈક્ષણિક લાયકાત અંગેના પ્રમાણપત્ર.
· આર્થિક સધ્ધરતાનો પુરાવો.
· ચારિત્ર અંગેનો પોલીસનો પુરાવો.